ETV Bharat / bharat

દેશનું સૌથી નાનું ગામ, માત્ર 1 ઘર, ઝુંપડીનું આદિવાસી ભોજન કરવા ઉમટે છે લોકો - SMALL VILLAGE

દેશનું એક ગામ એવું છે જ્યાં માત્ર 1 ઘર આવેલું છે, આ ઘરમાં માત્ર 7 લોકો રહે છે. પ્રવાસીઓ અહીં ભોજનનો સ્વાદ માણવા ઉમટે છે.

ગુજ્જીડોંગરી પર્વત પર વસેલું એકમાત્ર ગામ, ગામમાં એક જ ઘર
ગુજ્જીડોંગરી પર્વત પર વસેલું એકમાત્ર ગામ, ગામમાં એક જ ઘર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 14 hours ago

Updated : 14 hours ago

છિંદવાડા: જો તમારે દેશના સૌથી નાના ગામની મુલાકાત લેવી હોય તો તમારે મધ્યપ્રદેશના છિંદવાડા આવવું પડે. કારણ કે અહીં આવેલું છે દેશનું સૌથી નાનું ગામ, જેની વસ્તી તમે આંગળીના વેઢે ગણી શકો છો. ઘરોની સંખ્યા સાંભળીને તમે ચોંકી જશો. આ ગામમાં ભરિયા જાતિના લોકો રહે છે. જાણો શા માટે આ ગામને દેશનું સૌથી નાનું ગામ કહેવામાં આવે છે.

એક ઘરનું ગામ, 7 લોકોની વસ્તી

પાતાલકોટના 12 ગામોમાં સામે ગુજ્જીડોંગરી પર્વત પર વસેલું એકમાત્ર ગામ છે, જ્યાં ફક્ત એક જ પરિવાર રહે છે. પરિવારમાં 7 સભ્યો છે. ખન્નૂલાલ ભારતી પાતાલકોટના ગુજ્જીડોંગરી ગામમાં રહે છે. આ ગામમાં તેમનું એકમાત્ર ઘર છે. કારેઆમ ગામથી ખેતવાડીઓ માંથી પસાર થઈને ગૈલડુબ્બા નજીક ગાયની નદી પાસે ગુજ્જીડોંગરી તરફ જવાનો રસ્તો છે.

માત્ર 1 ઘરનું ગુજ્જીડોંગરી ગામ
માત્ર 1 ઘરનું ગુજ્જીડોંગરી ગામ (Etv Bharat)

શાનદાર લોકેશનમાં વસેલી ગરીબની ઝુંપડી

ગાયની નદી સામે ડુંગરાળ મેદાનમાં વસેલું આ ગામ ગુજ્જીડોંગરી જવાનો એકમાત્ર પગપાળા રસ્તો છે. લગભગ 4 કિમી ચાલ્યા પછી ગામ દેખાય છે. ગુજ્જીડોંગરીના ખુન્નુલાલ ભારતી અને તેમની પત્ની શાંતિ ભારતી દરરોજ આ ટેકરી પરથી નિયમિતપણે ગામમાં આવે છે. ખન્નૂલાલ ભારતીએ કહ્યું, "તેમના દાદા અને પરદાદા અહીં રહેતા હતા, આ તેમનું પૈતૃક ઘર છે." બાળકો ઘટલિંગા શાળામાં ભણવા જાય છે.

પ્રવાસીઓ આવે છે દેશી ભોજનનો સ્વાદ માણવા

ખન્નૂલાલની પત્ની શાંતિ કારેઆમ ગામમાં ખાણીપીણીની દુકાન ચલાવે છે. તેઓ ચુલા પર મકાઈની રોટલી અને ટામેટાની ચટણી પીરસે છે. ખુન્નાલાલ નજીકમાં જ પાતાલકોટની ઔષધિની દુકાન ચલાવે છે. ત્રણ ગામોની સાથે ગુજ્જીડોંગરી ગામનો ત્રણ ગામની રેવન્યૂમાં સમાવેશ થાય છે. જેમાં દૌરિયાપાઠા, ઘોઘરી અને ગુજ્જીડોંગરીનો સમાવેશ થાય છે. ગુજ્જિડોંગરી ગામની સામે ઉત્તર-પશ્ચિમમાં સુખાભંડની ટેકરી આવેલી છે. જ્યાં ઝરણામાંથી પાઇપ વડે પાણી લાવીને ખુન્નાલાલ પોતાના ખેતરમાં સિંચાઈ કરે છે.

ખન્નૂલાલ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "તેમને PM આવાસ અંતર્ગત મકાનની ફાળવણી કરવામાં આવી છે. તેમની ઘરની પાસેથી " ગવાડી ગામ સુધી એક રસ્તો બનાવવામાં આવશે. ખન્નૂલાલ તેમની પત્ની અને પુત્રવધૂ સાથે રહે છે. ખન્નૂ લાલ શુક્રવારે સુખાભંડ ટેકરી થઈને તામિયાની હાટ બજારમાં જાય છે. આ દુર્ગમ ગામમાં પહોંચવા માટે ટ્રેકિંગ જ એકમાત્ર વિકલ્પ છે.

પાતાલકોટની પહાડીઓમાં રહે છે ભારિયા જાતિના લોકો

મધ્યપ્રદેશની ત્રણ ખાસ પછાત જાતિઓમાંથી એક છિંદવાડા જિલ્લામાં છે. તામિયા ડેવલપમેન્ટ બ્લોકમાં પાતાલકોટ વિસ્તાર હેઠળના 12 ગામોમાં ભરિયા જાતિના લોકો રહે છે. આ માટે 26 જૂન 1978ના રોજ પાતાલકોટ ભરિયા ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના કરવામાં આવી હતી. પાતાલકોટની વસ્તી અંદાજિત 3200 છે. આદિવાસી લોકોમાં ભારિયા અને ગોંડ આદિવાસીઓનો સમાવેશ થાય છે, જેઓ પાતાલકોટના 12 ગામમાં રહે છે.

મધ્યપ્રદેશ સરકારના આદેશમાં છિંદવાડા જિલ્લાના તામિયા બ્લોકના પાતાલકોટના 12 ગામોમાં રહેતી માત્ર ભારિયા જાતિને જ વિશેષ પછાત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે છિંદવાડા જિલ્લાના તામિયામાં ભારિયાની કુલ વસ્તી 8 હજાર 184 છે. જેમાં માત્ર પાતાલકોટના 607 પરિવારોની ઓળખ થઈ છે.

  1. વિશ્વનું સૌથી મોટું મહામૃત્યુંજય યંત્ર પ્રયાગરાજમાં સ્થાપિત થશે, 5 એકરમાં પેવેલિયન બનાવાશે
  2. પ્રયાગરાજ મહાકુંભ: જાતે ભોજન તૈયાર કરે છે, બધા નથી બની શકતા સંત, જાણો અગ્નિ અખાડાની ખાસ પરંપરાઓ

Last Updated : 14 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.