ETV Bharat / state

સુરતમાં 31stની ઉજવણીને લઈને પોલીસ સતર્ક, 4000 પોલીસકર્મી તૈનાત રહેશે, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ - SURAT POLICE

31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

સુરત પોલીસની તસવીર
સુરત પોલીસની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

સુરત: 31મી ડિસેમ્બરની ઉજવણીમાં ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરતા હોય છે અને ઘણી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરતા હોય છે. ત્યારે 31stને લઈને સુરત શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 4000 પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે.

સુરત પોલીસ કમિશનર (ETV Bharat Gujarat)

31મી ડિસેમ્બરને લઈને પોલીસ સજ્જ
31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વર્ષનો અંતિમ દિવસ હોવાથી લોકો અંતિમ દિવસ અને નવા વર્ષને આવકારવા માટે પોતાના ઘરની બહાર નીકળતા હોય છે અને બહાર તેઓ પરિવાર, મિત્રો સાથે એન્જોય કરતા હોય છે. પરંતુ ઘણી વખત એમાં કેટલીક ઘટનાઓ પણ બની જતી હોય છે. તો આવી અઇચ્છનીય ઘટનાને રોકવા માટે સુરત પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે.

સુરત પોલીસની તસવીર
સુરત પોલીસની તસવીર (ETV Bharat Gujarat)

4000 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે
સમગ્ર સુરત શહેરમાં 4000 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે અને લોકોને પણને મીડિયા મારફતે અપીલ કરવામાં આવી રહી છે કે, પોલીસને સહયોગ કરજો. ખાસ કરીને નવા વર્ષની શરૂઆત થતી હોય છે ત્યારે લોકો જાહેરમાં ફટાકડા ફોડતા હોય છે. તો આ વખતે જાહેરમાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. કારણ કે ઘણી વખત ફટાકડા ફોડતી વખતે ન બનવા જેવી ઘટનાઓ બની જતી હોય છે.

સીસીટીવી કેમેરા દ્વારા રાખશે નજર
તે ઉપરાંત નવા વર્ષને આવકારવા માટે મોટા આયોજનો પણ કરવામાં આવ્યા છે. જ્યાં જગ્યા ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના એક્સેસ માંગવામાં આવશે. તેનું સીધું પોલીસ કમિશનર કંટ્રોલરૂમ ખાતેથી મોનિટરિંગ કરવામાં આવશે. તે સાથે નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવશે. સુરત એન્ટી નાર્કોટિક ડ્રગ્સ ડિટેક્ટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. તથા અમારી 37 જેટલી સુરત પોલીસની મહિલા અને સી ટીમ દ્વારા સર્વલેન્સ ગ્રુપમાં પબ્લિકની વચ્ચે જઈને રોમિયોગીરી કરતા લોકો ઉપર નજર રાખશે.

સીસીટીવીથી રખાશે નજર
સીસીટીવીથી રખાશે નજર (ETV Bharat Gujarat)

ટ્રાફિક સંચાલન માટે 950 જવાનો તૈનાત
તે સાથે જ્યારે ઉજવણી કર્યા બાદ ઘરે જતા હોય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા પણ ખૂબ જ સજાતી હોય છે તેના નિરાકરણ માટે પણ અમારા દ્વારા 950 હોમગાર્ડ જવાન અને 550 ટીઆરબી ટ્રાફિક પોલીસ સાથે તેના જ રહેશે. જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ પોતાના ઘરે પહોંચી ન જાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્તમાં તેના જ રહેશે. તે સાથે સ્થાનિક પોલીસનું પેટ્રોલિંગ સતત સવાર સુધી રહેશે. તે ઉપરાંત સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટરની QRT ટીમ અને ચાર જેટલી SRP ટીમ તેનાત રહેશે. તેમની સાથે સ્થાનિક પોલીસ પણ રહેશે.

આ પણ વાંચો:

સુરતમાં સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચવાનું કૌભાંડ, કઈ બે વસ્તુઓ મિક્સ કરીને બનાવાતું આ નકલી ઘી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.