સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ રાજ્યની સૌથી વધુ OPD ધરાવતી સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલને પછાડીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ ક્રમે: પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ત્રણ સરકારી હોસ્પિટલો છે. જેમાં શક્તિ, સ્વીમેર અને નવી સિવિલ હોસ્પિટલ જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં રોજની 4000થી 4500 OPD કરવામાં આવે છે, તેમજ 250થી વધુ ઈનડોર પેશન્ટ હોય છે. જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલ સૌથી વધુ દર્દીઓની સારવાર માટે રાજ્યમાં પહેલા નંબરની હોસ્પિટલ બની છે. જયારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 થી 4000 OPD કરવામાં આવે છે.
તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ: જો કે રાજ્યમાં પેહલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ OPD થતી હતી. હવે જયારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સૌથી વધુ દર્દીઓની સારવાર માટે રાજ્યમાં પહેલા નંબરની હોસ્પિટલ બની છે. જેથી આગામી વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સારવાર મળે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
10 માળની સ્ટેમ સેલ બિલ્ડિંગ બનાવવાની તૈયારીઓ: જેમાં 10 માળની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક, પીડીયાટ્રીક, પ્લાસ્ટિક સર્જરી, આંખ વિભાગના વોર્ડ, ઓપીડી તેમજ ઓપરેશન થિયેટર અને પીપી યુનિટ આવે તેમજ 8 માળની કિડની બિલ્ડિંગમાં યુરોલોજી, ન્યુરોલોજી સહિતની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ મળે તે માટે પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સુવિધાઓ ટૂંક સમયમાં દર્દીઓને મળી જશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: