અમદાવાદ : આજે 01 જાન્યુઆરી,બુધવારના રોજ ચંદ્ર ધન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આપને કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ છે. નોકરી વ્યવસાયમાં આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલબાજી ન કરવા પણ જણાવવામાં આવે છે. ભાગ્ય સાથ ન આપતું હોય તેમ લાગે તો પણ પરિશ્રમ છોડવો નહીં. કાર્ય સફળતામાં વિલંબ થાય. પરંતુ મધ્યાહન બાદ આપના સંજોગો ઉજળા બને. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપશે. ઉપરી અધિકારીઓ પણ આપના પર ખુશ રહેશે. હોદ્દામાં બઢતી મળવાના યોગ છે. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકશો.
વૃષભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે વધારે પડતી લાગણીવશતા આપના મનને અસ્વસ્થ બનાવશે. શારીરિક સ્વાસ્થ્ય પણ નરમગરમ રહેશે. નવું કાર્ય શરૂ ન કરવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવાની તૈયારી રાખવી. કામ પ્રત્યેનું સમર્પણ તમને વ્યવસાયમાં જીત અપાવી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચાથી દૂર રહેવું. કાર્યસફળતા વિલંબ થઈ શકે છે પરંતુ તમે સફળ થશો તે ચોક્કસ છે.
મિથુન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપનો આજનો દિવસ આનંદપ્રમોદમાં પસાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ પર્યટનનો કાર્યક્રમ થાય. સુંદર ભોજન વસ્ત્રો ઉપલબ્ઘ થાય. મધ્યાહન બાદ આપ વધારે પડતાં સંવેદનશીલ બનશો. જેથી આપનું મન વ્યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્યાનથી મન શાંત થાય.
કર્ક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. બહુ મોટો લાભ આપની રાહ જોઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે લાભદાયી દિવસ છે. આપનું કાર્ય સફળ થશે. કાર્યમાં સફળતા અને યશ મળે. બપોર પછી આપને મનોરંજનની દુનિયામાં જવાની તક મળે. દોસ્તો સાથે બહાર ફરવા જવાનું, ભોજન લેવાનું કે પાર્ટી પિકનિક માણવાનું થાય. ભાગીદારો સાથે લાભદાયક વિચારવિમર્શ થાય. દાંપત્યજીવનમાં પતિપત્ની વચ્ચેનો સંબંધ ગાઢ બને.
સિંહ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. સાહિત્ય-કલા પરત્વે આજે આપને રુચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો આપ માણી શકશો. પ્રણય પ્રસંગો અનુકૂળ બનશે. પેટને લગતી બીમારીઓ રહે, પરંતુ બપોર પછી આપની આર્થિક તકલીફનો અંત આવતો જણાશે. ઘરમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ રહેશે. તંદુરસ્તી સારી રહેશે. નોકર વર્ગને સહકાર મળશે. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળે.
કન્યા: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપને શારીરિક અને માનસિક તંદુરસ્તી પરત્વે સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવે છે. સ્વજનો સાથે અણબનાવ ટાળવા માટે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. ધનખર્ચની શક્યતા જણાય છે. પાણીથી સંભાળવું. યાત્રા- પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ન કરવાં. સંતાનોના અભ્યાસ કે તેમની તંદુરસ્તીમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. ગુસ્સા પર કાબૂ રાખવો. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
તુલા: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. પ્રિયતમાના સંગાથથી ખુશ રહેશો. આઘ્યાત્મિકતા અને ગૂઢ રહસ્યો તરફ આકર્ષણ રહેશે. જાહેર માન-સન્માન મળે. ભાઈભાંડુઓ સાથે સુમેળ રહે, પરંતુ મધ્યાહન પછી આપને તાજગી અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. મનમાં ચિંતા રહે. ઘરમાં સુલેહપૂર્ણ વાતાવરણ જાળવવા માટે તમારે કેટલીક બાબતોમાં બાંધછોડ કરવી પડશે. આપને તાજગી અને સ્ફૂર્તિ જાળવવા માટે કામની સાથે સાથે મોજશોખની બાબતોમાં રુચિ લેવાની સલાહ છે.
વૃશ્ચિક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખ ટાળવા માટે વાણી અને વર્તનમાં સ્પષ્ટતા તેમજ પારદર્શકતા રાખવાની સલાહ છે. કાર્યમાં ધારી સફળતા માટે મહેનત વધારવી જ પડશે. મન દ્વિધાજનક સ્થિતિ હોય તો મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. સવારે કાર્યબોજ વધારે રહેશે, પરંતુ બપોર પછી આપના ચિત્ત પરથી ગ્લાનિનાં વાદળો હઠી જતાં પ્રસન્નતા અનુભવશો. મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથેનો મેલમિલાપ વધશે. પ્રતિસ્પર્ધીઓ માત કરી શકો. ભાગ્યવૃદ્ધિ થાય.
ધન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વર્તમાન સમયમાં આપને આર્થિક લાભ મળવાના સંકેત છે. આપને સગાં- સ્નેહીમાં કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધાર્મિક સ્થળની મુલાકાતના યોગ છે. દાંપત્યજીવનમાં સુખ અને આનંદ મળે. મધ્યાહન બાદ પરિવારના સભ્યો સાથે કોઈક મુદ્દે ગેરસમજ થઈ શકે છે. આપે કરેલા કાર્યનું ફળ મળવામાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે માટે રાહ જોવાની તૈયારી રાખવી. આપનું મન એક ચોક્કસ નિર્ણય લેવાની સ્થિતિમાં નહીં હોય માટે બીજાની મદદ લેવાની સલાહ છે.
મકર: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. વાણી અને વર્તનના કારણે કોઈની સાથે ગેરસમજ ઉભી ના થાય તેનું ધ્યાન રાખવું. મનમાંથી ક્રોધની લાગણી દૂર કરીને દરેકની સાથે સહકાર અને આદર સાથે રહેવાની સલાહ છે. વાહન ચલાવતા ધ્યાન રાખવું. મનની બેચેની દૂર કરવા માટે વધુ પડતા કામકાજમાં ઓતપ્રોત રહેવાના બદલે મનોરંજનને પણ મહત્વ આપવું. આ સમય આધ્યાત્મિકતાનો આશરો લેવાથી મન શાંત બનશે. બપોર પછી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ પણ શાંત અને આનંદિત રહેશે. કોઇક શુભ પ્રસંગ હાજરી આપવાનું થાય. દાંપત્યજીવનમાં ખુશાલી રહેશે.
કુંભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપના માટે આજનો દિવસ બઘી રીતે લાભ અપાવનારો છે. આજે સામાજિક જીવનમાં આપ વધારે પડતા સક્રિય રહો અને ત્યાં આપની માન પ્રતિષ્ઠા પણ વધશે. સ્ત્રી મિત્રો સાથે વધારે સમય પસાર થાય. લગ્નોત્સુક યુવાનોની જીવનસાથીની તલાશ પૂરી થાય. મધ્યાહન બાદ ઘરનું વાતાવરણ કલુષિત બને. કામકાજમાં અને વાહન ચલાવવામાં અતિ ઉતાવળ ટાળવી. તંદુરસ્તીની થોડી કાળજી લેવી પડશે. મનમાં આવેગોને અંકુશમાં રાખવું વધુ પડતા ધનખર્ચથી સંભાળવું.
મીન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી છે. આપના દ્વારા કોઇ પરોપકારનું કામ થશે. વેપાર અંગે યોગ્ય આયોજન કરી શકો. ઉપરી અધિકારીઓ આપના કામની પ્રશંસા કરે. વ્યવસાયના કારણે આપને મુસાફરી કરવાનું થાય. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય. પ્રિયપાત્ર સાથે મેળાપ થાય. પ્રવાસનું આયોજન કરશો. આપની આવકમાં વૃદ્ધિ થાય. સ્ત્રી મિત્રોથી લાભ થવાના સંકેત છે.