ETV Bharat / state

ગાંધીધામ મનપા બની, પણ વહીવટ પાટે ન ચડ્યો : લગ્ન નોંધણીની પ્રક્રિયા અટવાઈ - GANDHIDHAM MUNICIPAL CORPORATION

ગાંધીધામ મહાનગરપાલિકામાં લગ્નની નોંધણીના સર્ટિફિકેટ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે અને રજિસ્ટરની ડિજિટલ કી ન આવતાં પ્રક્રિયા અટકી ચૂકી છે.

ગાંધીધામ મનપામાં રજિસ્ટરની ડિજિટલ કી ન આવતાં પ્રક્રિયા અટકી
ગાંધીધામ મનપામાં રજિસ્ટરની ડિજિટલ કી ન આવતાં પ્રક્રિયા અટકી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 4, 2025, 1:47 PM IST

કચ્છ: ગાંધીધામ મહાનગરપાલિકાને જાહેર થયાને 1 મહિનો થઈ ચૂક્યો છે. છતાં પણ હજુ ચોક્કસ રીતે વહીવટ નથી થઈ રહ્યો, ત્યારે લગ્નની નોંધણીના સર્ટિફિકેટ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે અને રજિસ્ટરની ડિજિટલ કી ન આવતાં પ્રક્રિયા અટકી ચૂકી છે. ત્યારે અંદાજિત 200થી પણ વધુ મેરેજ સર્ટિફિકેટ બાકી છે.

અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો: વર્ષની શરૂઆત થતાની સાથે જ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને મહાનગરપાલિકા તરીકે દરજ્જો મળી ચૂક્યો છે અને તેના અમલીકરણને પણ 1 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ વહીવટ પાટે નથી ચડ્યો. ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે અરજદારોને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રજિસ્ટરની ડિજિટલ કી નથી આવી: મેરેજ સર્ટિફિકેટ મેળવવા ઇચ્છતા અરજદારોએ સર્ટિફિકેટ માટેની સ્થાનિકે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, પરંતુ ઉચ્ચસ્તરેથી લગ્ન નોંધણીના રજિસ્ટરની ડિજિટલ કી હજુ સુધી આવી નથી. જેથી સર્ટિફિકેટ આપવા માટેની પ્રક્રિયા અટકી પડી છે. આમ તો મહાનગરપાલિકા હોય, ત્યારે તેના કામ ઝડપથી થવા જોઈએ અને તેનો વહીવટ પણ ઝડપથી થવો જોઈએ. જો કે, હાલમાં જ મહાનગરપાલિકા બની છે. ત્યારે અહીંનો વહીવટ ધીમી ગતિએ પાટે ચડી રહ્યો છે, તેમ છતાં કેટલીક ત્રૂટીઓ હજુ પણ જોવા મળી રહી છે.

200થી વધારે પ્રમાણપત્ર તૈયાર: લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપવા માટે ઇ-નગરમાંથી રજિસ્ટરની ડિજિટલ કી હજુ સુધી આવી નથી. જેના કારણે 200થી પણ વધારે પ્રમાણપત્ર તૈયાર હોવા છતાં સહીના અભાવે અટકી ગયા છે. ગાંધીધામ મહાનગરપાલિકાના રજિસ્ટ્રાર ડો. દિનેશ સૂતરિયાએ જણાવ્યું હતું કે, લગ્ન નોંધણીના 200થી પણ વધુ પ્રમાણપત્ર આમ તો તૈયાર જ છે, પરંતુ ડિજિટલ સહી નથી આવી, જેના લીધે પ્રમાણપત્ર આપી શકાયા નથી.

જન્મ-મરણના દાખલાની કામગીરી ચાલુ: ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં આ ડિજિટલ કી આવી જશે. તો ત્યારબાદ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા ફરી ચાલુ થઈ જશે. જોકે હાલમાં અન્ય પ્રકિયાઓ જેવી કે, જન્મ-મરણના દાખલા આપવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, કોર્પોરેશનના અધિકારીઓ પણ લોકોને કોર્ટ કચેરીના ધક્કા ના ખાવા પડે. તે માટે ત્વરિત પ્રક્રિયા પૂર્ણ થાય. તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. માનવ સેવા એ જ પરમ સેવામાં માનતું 'રામ રોટી છાશ કેન્દ્ર', દરરોજ 1200 લોકોને જમાડે છે નિઃશુલ્ક
  2. 17 બેંકમાં 55 એકાઉન્ટ ખોલાવીને 1.35 કરોડની છેતરપિંડી, ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.