ભાવનગર: RTO કચેરીએ ડિટેઇન કરેલા વાહન છોડાવવા માટે ચાલકોને છેલ્લી તક આપી છે. RTO કચેરીએ ડિટેઇન કરેલા વાહન ચાલકોને જાહેર કરેલી તારીખ પહેલા વાહનો છોડાવી લેવા તક આપી છે. આ તક ચૂકી ગયા તો, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે RTO કચેરી વાહન કર અને દંડ વસૂલવા વાહનોની હરાજી કરવામાં આવશે, ત્યારે છેલ્લી તારીખ કઈ અને કેટલા વાહનોની કુલ લેણી રકમ જાણો.
RTO દ્વારા જાહેર કરેલ વાહનોની યાદી: ભાવનગર આરટીઓ દ્વારા જાહેર કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બાકીદારોને મુંબઈ મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ - 1958 ની જોગવાઈઓ હેઠળ નોટીસ આપવામાં આવે છે કે, તમારું વાહન ઉક્ત કાયદાની કલમ-12 બી હેઠળ ડીટેઈન કરેલ છે અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લ્હેણી રકમ કોલમ-4 મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લ્હેણી રકમ ભરવા આપ દ્વારા દરકાર કરેલ નથી.
આ તારીખે છેલ્લી તક આપવામાં આવી : યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર તા:07-02-2025 સુધીમાં લ્હેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવે છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી વેચાણ કરી બાકી લહેણી રકમ વસુલવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી. બાકી લ્હેણીની રકમ ભરવાના દિવસે અર્ઘતન સ્થિતિ મુજબ નિયમોનુસારનું વ્યાજ તથા દંડનું મુલ્યાંકન કરીને કર, દંડ અને વ્યાજની વસુલાત કરવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
કેટલા વાહનો અને રકમ કેટલી તે જાણો : ભાવનગર આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંક દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે RTO એ ફૂલ 22 વાહનો ડિટેઇન કર્યા છે. 22 વાહન માલિકોને 7-2-2025 એ છેલ્લી તક આપવામાં આવી છે. આ 22 વાહન ચાલકોને કુલ 7,176,218 જેટલી રકમ લ્હેણી નીકળે છે. 7 તારીખે તક ચુકવામાં આવશે તો સરકારના નિયમ મુજબ વાહનોની હરરાજી કરીને રકમ વસુલવામાં આવશે.
આ પણ વાંચો: