કચ્છ: સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારે 10:05 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે સવારે 10:05 કલાકે વાગડ વિસ્તારના ભચાઉ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. આમ આજે હાડ થીજાવતી ઠંડીની વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાયો છે.
3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સવારે 10:05 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી 18 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ - વેસ્ટમાં નોંધાયો છે.
ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે, ત્યારે આજે સવારે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટલાઈન છે તે ફોલ્ટલાઈન સક્રિય થઈ છે. તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
આ પણ વાંચો: