પ્રઘાન સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં ભોગવે છે રાજાશાહી, જૂઓ વીડિયો - દિલ્હીની કેજરીવાલ સરકાર
🎬 Watch Now: Feature Video
દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના (Kejriwal Government of Delhi) પ્રઘાન સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ (CCTV footage of Praghan Satyendra Jain) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સત્યેન્દ્ર જૈન જેલની અંદર મસાજ કરાવતા જોવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન પલંગ પર સૂતા જોવા મળે છે, જ્યારે એક વ્યક્તિ તેના પગમાં માલિશ કરતો જોવા મળે છે. ફૂટેજ પરથી જણાય છે કે, તિહાર જેલમાં (Video of Tihar Jail) બંધ સત્યેન્દ્ર જૈન જેલમાં વૈભવી જીવન જીવી રહ્યા છે. અત્યાર સુધી વાયરલ ફૂટેજ પર તિહાર જેલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. તે જ સમયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વીડિયોને લઈને કોર્ટમાં પહોંચ્યું છે. આ ફૂટેજ સામે આવ્યા બાદ દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવવાની ખાતરી છે. શનિવારે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન જેલમાં પોતાની બેરેકમાં મસાજની મજા લેતા જોવા મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST