Opposition of Congress in Patan: પાટણમાં કોંગ્રેસના મોંઘવારી સામેના દેખાવોમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ
🎬 Watch Now: Feature Video
પાટણમાં શનિવારે જિલ્લા કોંગ્રેસ (Patan City Congress )સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં 'મહેંગાઈ મુક્ત ભારત' અભિયાન હેઠળ ધરણાં અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પોલીસ દ્વારા(Congress opposes inflation ) જિલ્લા પ્રમુખની અટકાયત કરવામાં આવતા ધારાસભ્ય કીરીટ પટેલ અને પોલીસ (Patan City Police)વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. ધારાસભ્યએ પોલીસની કાર્ય પદ્ધતિ સામે રોષ વ્યક્ત કરી શહેરમાં ચાલતા દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર દેશ અને રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બેકાબુ બન્યા છે. ખાદ્યતેલોના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ભાવ વધારાને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના માણસોનું જીવન દોહ્યલું બની છે. છતાં ભાવ વધારા ઉપર અંકુશ મૂકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને રામધુન કરતાં કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST