Car and container accident: સુરત નજીક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે લોકો ભડથું - Accident on National Highway 48
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત(Car and container accident) બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે મિત્રો ભડથું થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે આગ(Palsana Fire Brigade) પર કાબુ મેળવી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મોડી રાતે બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યા બાદ બંને યુવકોની લાશ બહાર કાઢી હતી. બંને મૃતક ચલથાણના હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સ્થળ(Palsana Police) પર પહોંચી તપાસ શરૂ કરી બંનેની લાશનું પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST