ETV Bharat / state

Junagadh news: સન્યાસીનો અનોખો સંગીત પ્રેમ, પાનબાઈના ભજનને વાંસળીની સુરાવલીથી રેલાવ્યું - sannyasin of Sanat made Giri Tala sadhu

ગિરનારની ભૂમિને સંતો અને મહંતોની ભૂમિ તરીકે સનાતન ધર્મમાં આદિ અનાદિકાળથી પૂજવામાં આવે છે. ભવનાથમાં આવેલા સનાતની સંન્યાસીએ પાનબાઈ દ્વારા રચિત ભજનને વાંસળીના સૂરો વડે રેલાવીને ગીરી તળેટીને સાધુમય બનાવી હતી.

sannyasin-of-sanat-made-giri-tala-sadhu-by-playing-the-hymn-composed-by-panbai-song

author img

By

Published : Jun 3, 2023, 8:05 PM IST

સન્યાસીનો અનોખો સંગીત પ્રેમ

જૂનાગઢ: ભવનાથની ગીરી તળેટી સંત અને સુરાની અનેક દંતકથાઓ સાથે આજે પણ સનાતન ધર્મની રખેવાળી કરી રહી છે. ભવનાથમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી પણ ઓળખાય રહ્યા છે ત્યારે જૂનાગઢમાં આવેલા સનાતની સન્યાસીએ પોતાનો સંગીત પ્રેમ ઉજાગર કર્યો છે. ગિરનાર આવેલા મંગલનાથગીરીએ પાનબાઈ દ્વારા રચિત ભજનની સુરાવલીઓ વાંસળી વડે સૂરિલા કંઠે રેલાવીને ભવનાથની ગીરી તળેટીને પાનબાઈ અને સનાતન ધર્મ યુક્ત બનાવી હતી. તેઓની ધૂનથી આસપાસ ભક્તિમય વાતાવરણ પેદા થાય છે.

સાધુ-સંતોની ઓળખ પાનબાઈની રચનામાં: પાનબાઈએ અનેક રચનાઓ રચી છે. જેમાં મુખ્યત્વે ધાર્મિક સંગીત દેવી-દેવતાઓ અને સાધુઓને લઈને ખૂબ જ ગહનતા પૂર્વક રચનાઓ આપી છે. આજે સદીઓ પછી પણ સુર અને કંઠ મળી રહ્યા છે. સનાતન ધર્મના રખેવાળ એટલે સાધુ અને તેની ઓળખ તેમજ કેવા સાધુને ભક્તોએ આદર માન અને સન્માન અને તેના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આ તમામ વાતોનો સંગમ પાનબાઈ તેમની ધાર્મિક રચનામાં કર્યો છે જેમાં સાધુનું જીવન, પ્રભુની ભક્તિ અને ભક્તોની આસ્થા આ ત્રણેય ગહન તત્વનો સમાવેશ કરીને પાનબાઈ એ રચનાઓ કરી છે.

મંગલનાથ ગીરીએ આપ્યો પ્રતિભાવ: પાનબાઈની રચનાને સુર અને કંઠ આપનાર મંગલનાથ ગીરી બાપુએ તેમના વાંસળી શોખને લઈને ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી તેમને જણાવ્યું હતું કે તેઓ સન્યાસના સમય દરમિયાન મુચકુદ ગુફામાં રહ્યા હતા. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ રોકાણ કર્યું છે. તેમના દ્વારા સપનામાં મને વાંસળીની કળા પ્રાપ્ત કરાવી છે જે આજે પણ ગિરનારી મહારાજ ગુરુદત્ત અને તેમના પૂજ્ય ગુરુઓની આશીર્વાદથી આ પરંપરા આજે પણ તેઓ સાચવી રહ્યા છે.

  1. Jamnagar News : નાનપણમાં મંદિરે સંગીતના સાધનો પર હાથ અજમાવતા આજે સાત વાજિત્રો વગાડતો થયો બાળક
  2. Junagadh News : ગણિત શીખવવાનો જૂનાગઢના શિક્ષકનો સંગીતમય પ્રયાસ, વિદ્યાર્થીઓ હોશેહોંશે શીખે છે અટપટું ગણિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.