ડેમના દરવાજા ખુલતા મોજ નદી બની ગાંડીતુર : કોઝવે પાણીમાં ગરકાવ, વાહન વ્યવહાર ઠપ થયા - Moj dam gates opened
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજ્યમાં મેધરાજા મનખોલીને વરસી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજ ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ગઢાળા ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે. કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. જેના પગલે વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તો બંધ થવાથી 10 કિલો મીટર જેટલું લોકોને ફરીને ઉપલેટા જવું પડે છે. આ કોઝવેને ઊંચો લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતું કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. સાથે સાથ મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે. ઉપરાંત રાજકોટના ધોરાજી તાલુકાના ભુખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમના પણ ચાર દરવાજા એક એક ફુટ ખોલવામા આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક છે, તેટલી જ જાવક પણ છે. આ ડેમ 67 ગામો જેમ કે ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર સહિતના તાલુકાઓના ગામને સિંચાઈ પૂરી પાડે છે. ઉપરવાસામાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા ભાદર બે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.