કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન LIVE, અમદાવાદના વેજલપુરમાં જાહેરસભા - Amit Shah address Rally - AMIT SHAH ADDRESS RALLY
🎬 Watch Now: Feature Video
Published : Apr 18, 2024, 8:14 PM IST
|Updated : Apr 18, 2024, 8:44 PM IST
અમદાવાદ: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. આવતીકાલે તેઓ (19 એપ્રિલ) પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલાં તેમણે આજે ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારમાં રેલી યોજી હતી. આજે સવારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહની રેલીમાં જોડાવા માટે ઊમટી પડ્યા હતાં. અમિત શાહના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં તેમના પુત્ર જય શાહ પણ સાંણદ પહોંચ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ અને અમદાવાદમાં બે રોડ શો યોજ્યા હતાં જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અને મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
Last Updated : Apr 18, 2024, 8:44 PM IST