દુકાનમાં બે આખલાઓએ કરી ધબાધબી, આખલાઓના આતંકનો વીડિયો થયો વાયરલ - Two bulls entered Sayan shop

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 1:21 PM IST

thumbnail
સાયણની એક દુકાનમાં આખલા લડતા લડતા ધૂસી ગયા (ETV Bharat Gujarat)

સુરતઃ ઓલપાડના સાયણની રાજ્યધોરી માર્ગ ઉપર બે આખલાઓ લડી રહ્યા હતા. આ બંન્ને આંખલાઓ લડતાં-લડતાં રોડને અડીને આવેલી ઘર સંસાર નામની દુકાનમાં ઘુસી ગયા હતા અને દુકાનની ચીજવસ્તુઓની તોડફોડ કરી ભારે નુકસાન કર્યું હતું. જયારે દુકાનનો માલિક મનજીતસિંગ અને તેની પડોશી દુકાનદાર મનોહરે લાકડીના પ્રહારથી બંન્ને આખલાઓને બહાર ખડેદવા પ્રયાસ કર્યો, ત્યારે છંછેડાયેલા એક આંખલાએ બંને ઉપર હુમલો કર્યો હતો. બંનને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે બે આખલાની લડાઈમાં દુકાન માલિકને આશરે રૂપિયા 40,000નું નુકસાન થયું હતું. સરકારી તંત્ર અને ગ્રામ પંચાયત રખડતા પશુઓને પકડી પશુપાલકો પાસેથી દંડ વસુલ કરે તેમજ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી સાયણ અને આસપાસના લોકોની માંગણી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.