ETV Bharat / state

'અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ' અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા 73 ટન કચરો એકત્રિત કરાયો - Ambaji Padyatra Clean Environment - AMBAJI PADYATRA CLEAN ENVIRONMENT

GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ 3 રૂટ પર તા. 12 થી 19 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. Ambaji Padyatra Clean Environment

'અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ' અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા 73 ટન કચરો એકત્રિત
'અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ' અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા 73 ટન કચરો એકત્રિત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 10:56 PM IST

બનાસકાંઠા: આ વર્ષે મહામેળામાં કુલ 3 રૂટ પર અંદાજીત 34 લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને માં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ 3 રૂટ પર તા. 12 થી 19 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.

5 ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે 1 સ્ટીલની બોટલ: સ્વચ્છતાની આ કામગીરી અંતર્ગત તા. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં અંદાજિત 700 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોસિએશનના સહયોગથી 3 પદયાત્રાના રૂટ પર 3 સ્થળોએ પદયાત્રીઓને 5 ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે 1 સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

50 થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક: આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી 50 થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટીકની ખાલી બોટલની જગ્યાએ 5,000 સ્ટીલની બોટલો આપવામાં આવી હતી.

સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન: ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા "અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા-2024નું આયોજન ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફેક્ચર્સ એસોસિએશન તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું હતું. 120 જેટલા સ્વચ્છતા સેનાનીઓ સાથેની આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન ગત તા. 12 સપ્ટેમ્બર 2024ના રોજ વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે GPCB-ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં - Application of Navsari Congress
  2. દાહોદ: પ્રાથમિક શાળામાંથી 6 વર્ષિય બાળકીનો મૃતદેહ મળ્યો, પોલીસ લાગી તપાસમાં - Death of a 6 year old girl

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.