ETV Bharat / state

માંગરોળની GIDCમાં ભીષણ આગ : બિસ્કિટ પેકિંગ મટીરિયલ કંપનીમાં થયો "બ્લાસ્ટ" - FIRE INCIDENT IN GIDC

સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી સિસ્કો કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

માંગરોળ GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
માંગરોળ GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2025, 11:21 AM IST

સુરત: જિલ્લાના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી સિસ્કો કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

6 કલાક બાદ આગ કાબૂમાં આવી: ઘટનાની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કંપનીમાં પતરાનો શેડ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.

માંગરોળ GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. (Etv Bharat Gujarat)
માંગરોળ GIDCમાં કંપનીમાં ભીષણ આગ 6 કલાક પછી કાબૂમાં આવી હતી.
માંગરોળ GIDCમાં કંપનીમાં ભીષણ આગ 6 કલાક પછી કાબૂમાં આવી હતી. (Etv Bharat Gujarat)

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી: ફાયર ઓફિસર વિજય ટંડેલના જણાવ્યા મુજબ, આગની ગંભીરતાને જોતાં ફાયર વિભાગને બાજુના બિલ્ડીંગ પરથી કામગીરી કરવી પડી રહી છે. સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કંપની માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ ઘટનાસ્થળે હાજર રહી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી કરી રહી છે.

માંગરોળ GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ લાગતા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા.
માંગરોળ GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ લાગતા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. રોલા પાડતા નબીરાઓ સુધરી જાઓ : રોડ-શો કરવા મામલે સુરત પોલીસે 12 લક્ઝુરીયસ કાર ડિટેઈન કરી
  2. ઘરના ભેદી ! કીમમાં મિલ માલિકના મકાનમાં ચોરી, સગા ભાણેજ અને કાકા પર આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.