રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી મુદ્દે કોંગ્રેસે પોરબંદર પોલીસને આવેદન પાઠવ્યું - Petition of Porbandar Congress - PETITION OF PORBANDAR CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2024, 7:33 PM IST
પોરબંદર: જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુ ઓડેદરા તથા શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા સહિત અનેક કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનના PI રાજેશ કાનમિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જેમાં ઓડિયો ક્લિપ અને સોશિયલ મીડિયામાં મુકાયેલી પોસ્ટની કોપી સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષામાં બોલનારા ભાજપના નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિપુલ ચંદારાણાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષામાં બોલનારાઓને ક્યારેય સાંખી લેવામાં આવશે નહી. કાયદાકીય જોગવાઈ મુજબ ગુનેહગારોને સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અને કડક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.