ડીસાના સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી - PM MODI BIRTHDAY - PM MODI BIRTHDAY
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 10:36 PM IST
બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેર ખાતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ટેનિસ ખેલાડીઓ વડાપ્રધાનના સ્ટીકર વાળી ટી શર્ટ પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે રાજ્યના 74 ટેબલ ટેનિસ સેન્ટર પર મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા હતા. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસ રૂપે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાલ પહેલ કરી છે. તે જ રીતે ડીસા સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબમાં પણ ખેલાડીઓ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.