ગાંધીનગર: ગાંધીનગર કોર્ટમાં આજે હથિયારો સાથે કેટલા લોકો થશે આવતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર કોર્ટમાં આજે હત્યા કેસની તારીખ હોય એક મહિલા સહિત છ આરોપીઓ કોર્ટની મુદતે હાજરી આપવા આવ્યા હતા. આરોપીઓ પોતાની સાથે કેટલાક હથિયારો લાવ્યા હતા. જેની જાણ કોર્ટના કર્મચારીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સેકટર-7 પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતકના સંબંધી હુમલો કરશે તેવી શંકાના કારણે પોતાની સાથે ચપ્પા જેવા હથિયારો લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસે આ મામલે જીણવટભરી તપાસ હાથ ધરી છે. કોર્ટ પરિસરમાં હત્યા કેસના આરોપીઓ ઘાતક લોકો હથિયારો સાથે પહોંચી ગયા હતા. જો કે આ દરમિયાન એક આરોપી રૂમાલ ખંખેરતા થેલીમાંથી હથિયાર નીચે પડતા પોલીસને ગેંગવોરની ગંધ આવી ગઈ હતી. આથી તાત્કાલિક આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
શું છે સમગ્ર વિગતોઃ પ્રાથમિક વિગત અનુસાર આજથી બે વર્ષ અગાઉ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ચાંદખેડા પોલીસ મથકની હદમાં નાનુભાઈ પરમાર અને જીમાભાઈ પરમાર વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે માથાકૂટ થઈ હતી. જેમાં જીમાભાઈ પોતાની ઈકો ગાડી લઈને નાનુભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે મારામારી થતાં જીમાભાઈનું મોત થયું હતું.
બે વર્ષ અગાઉ ઘટેલા ગુનાની બીજી મુદ્દત ભરવા માટે આરોપી પક્ષે 8 અને ફરિયાદી પક્ષે 9 લોકો ગાંધીનગર કોર્ટમાં આવ્યા હતા. આ કોર્ટ મુદ્દત દરમિયાન ફરિયાદી અને આરોપી પક્ષ કોર્ટ પરિસરની બહાર બેઠા હતા. આ સમયે એક પક્ષના લોકોને શંકા ગઈ હતી કે, અન્ય પક્ષના લોકો પાસે થેલામાં શંકાસ્પદ વસ્તુ છે. આથી તેમણે 100 નંબર પર ફોન કર્યો હતો.
જેથી સેક્ટર-7 પોલીસ મથકની PCR વાન કોર્ટ પહોંચી હતી. જ્યાં આરોપીઓના થેલા ચેક કરતાં તેમાં લૂગડાની નીચે સંતાડેલા બે મોટા ધારદાર છરા મળી આવ્યા હતા. આથી પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી.
આજથી બે મહિના અગાઉ કોર્ટમાં પહેલી મુદ્દત ભરવા સમયે પણ ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફરિયાદ પક્ષના લોકો દ્વારા ધાકધમકી આપી હતી. જેથી આરોપી પક્ષના લોકો સ્વબચાવ માટે હથિયાર લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ આરોપીઓને સેક્ટર-13 પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે.
ફરિયાદી વકીલ મોહમ્મદ આસિફ શેખ અને સિધાર્થ પટનીએ જણાવ્યું કે, છ આરોપી હથિયાર લઇને આવ્યા હતા. તેમની સાથે બે સ્ત્રીઓ હતા. મરચાની ભૂકી અને પ્રાણઘાતક હથિયાર સાથે કોર્ટમાં આવ્યા હતા. તમામ હાલ સેકટર સાત પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. કોર્ટ રૂમ બહારથી હથિયાર પકડાયા છે.
કોર્ટના વકીલોની સુરક્ષાનું શું? બાર કાઉન્સિલ પ્રમુખ લાલસિંહ ગોહિલે જણાવ્યું કે કોર્ટની સુરક્ષા આ ઘટના જોતા હવે સઘન કરવી જોઈએ. વકીલો સાથે બનતા હુમલા અટકાવવા જોઈએ. એડવોકેટ પ્રોટેક્શન બિલ કરી રહ્યા માંગણી કરી રહ્યા છે.