નવસારીના નસીલપોર ગામે રસ્તો ઓળંગતા દીપડો કારની અડફેટે આવ્યો, ઈજાગ્રસ્ત દીપડાએ યુવતી પર કર્યો હુમલો - Leopard accident - LEOPARD ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 6:00 PM IST

નવસારી: બારડોલી રોડ પર નસીલપોર ગામે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરવા જતા એક દીપડો કારની અડફેટે ચડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા દીપડો રસ્તા ઉપર પડ્યો હતો. દરમિયાન લોકોની ભીડ થતાં જ દીપડો બચવા માટે ભાગ્યો, જેમાં રસ્તાની સામેની સાઈડે ઉભેલા લોકો તરફ દોડતા તેઓ જીવ બચાવી ઘર તરફ ભાગ્યા હતા. જેમાં દીપડો એક યુવતીની પાછળથી તરાપ મારતા યુવતીના પગમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે યુવતીને ઘરમાં ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો. જ્યારે દીપડો ઘરના આંગણામાં ફસડાઈને મોપેડ સાથે અથડાયો હતો. બાદમાં બાજુના વાડામાંથી ભાગી પાછળની ઝાડી ઝાંખરા વાળી ખુલ્લી જગ્યામાં ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા વાઇલ્ડ લાઇફમાં કામ કરતી NGO ના સભ્યો તેમજ નવસારી સામાજિક વનીકરણ વિભાગના RFO હીના પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.