દેશભક્તિના રંગે રંગાયું પાટણ, તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્ર ભક્તિના જયઘોષથી ગુંજયું શહેર - Triranga Yatra 2024 - TRIRANGA YATRA 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 6:34 AM IST
|Updated : Aug 15, 2024, 6:42 AM IST
પાટણ: શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને એમ.એન. હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રામાં બે ઘોડેસવાર, પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ, ભવાઈ કલાકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, મદદનીશ કલેકટર કુ. હરિણી કે.આર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનો દશરથજી ઠાકોર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. જેથી રાષ્ટ્ર ભક્તિના જયઘોષથી પાટણ શહેર ગુંજી ઉઠયું હતું.