કચ્છમાં થયું વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ: હવે ટુંક સમયમાં કચ્છમાં નવી વંદે ભારત ટ્રેન દોડતી મળશે તેવી શકયતાઓ - New Vande Bharat Train in Kutch - NEW VANDE BHARAT TRAIN IN KUTCH
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2024, 4:13 PM IST
કચ્છ: જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વ કચ્છના અંજારના ભીમાસર પાસે તેમજ ભુજના રેલવે સ્ટેશન પર પણ વંદે ભારત ટ્રેન પહોંચી હતી અને રેલવે વિભાગના અધિકારીઓ અને સ્ટાફના લોકોએ ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ઓગસ્ટના શરૂઆતમાં જ ભુજ-અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થશે તેવી શક્યતાઓ હતી ત્યારે ટુંક સમયમાં 130 કિમી/કલાકની હાઈ સ્પીડથી ટ્રાયલ કરવામાં આવ્યું હતું. વંદે ભારત મેટ્રો ટ્રેનનું 12 કોચનું રેક ICF ચેન્નાઈથી અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા બાદ આજે કચ્છના વિસ્તારોમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ રન અમદાવાદ-ભુજ રૂટ પર 130 કિમી/કલાકની ઝડપે હાથ ધરવામાં આવી હતી. વંદે ભારત મેટ્રો ટ્રેનની કામગીરી આ વર્ષના અંત સુધીમાં સંભવત આગામી માસમાં કાર્યરત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા કોઈ સતાવાર માહિતી આપી નથી.