પાલનપુરમાં સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તિરંગા રેલી યોજાઈ - Tiranga rally - TIRANGA RALLY
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 3:19 PM IST
બનાસકાંઠા : પાલનપુરમાં આજે સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તિરંગા રેલી યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ સાંસદ પરબત પટેલ, વર્તમાન ધારાસભ્ય અનીકેતન ઠાકર, જિલ્લા પોલીસ વડા તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપના કાર્યકરો સહિત નગરના લોકો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હતા. પોલીસ બેન્ડ, પોલીસ ઘોડેસવાર અને ડીજેના તાલે રાષ્ટ્રભક્તિના ગીતો વચ્ચે આ રેલી પાલનપુર પોલીસ હેડક્વાટરથી જહાનારા બાગ, ગઠામણ દરવાજા, ગુરુનાનક ચોક અને કોજી વિસ્તાર થઈ કલેકટર કચેરી સુધી પહોંચી હતી.
નોંધનીય છે કે, 15મી ઓગસ્ટને લઈને સરકાર દ્વારા ગુજરાતભરના છેવાડાના ગામો અને છેવાડાનો વ્યક્તિ પણ દેશભક્તિના રંગે રંગાય અને રાષ્ટ્ના આ મહાપર્વમાં જોડાય તે માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.