તાપી: નિઝર પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. - Nizar Police - NIZAR POLICE
🎬 Watch Now: Feature Video
Published : Jun 14, 2024, 3:24 PM IST
તાપી: જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા દારુના દુષણનો વ્યાપ વધી રહ્યો છે. તેવામાં જિલ્લામાંઅ Dysp સહિત નિઝર પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિઝર પોલીસ સ્ટાફ દ્વારા કુકરમુંડાના હથોડા ગામ નજીક આવેલ તાપી નદી કિનારે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી હજારો લીટર દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસની રેડ દરમ્યાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી નિઝર પોલીસ દ્વારા આશરે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો જથ્થો સળગાવીને નષ્ટ કરી દેવાયો હતો. પોલીસની રેડને લઈને દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.