સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે, 8.90 લાખ રૂપિયાના ગાંજાના જથ્થા સાથે, બે ઇસમોને ઝડપી પાડ્યા - surat SOG police nabs two suspects - SURAT SOG POLICE NABS TWO SUSPECTS
🎬 Watch Now: Feature Video
Published : Jul 11, 2024, 4:28 PM IST
સુરત: સુરતની ગ્રામ્ય એસઓજી પોલીસે સાયણથી રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા એવરવિલા રો હાઉસમાં ગેટથી પ્રવેશતા બીજી હરોળમાં આવેલી દુકાનો પૈકી દુકાન નબર 3માં દરોડો પાડ્યા હતા. જ્યાંથી પોલીસને બાહન ઉર્ફે સત્યવાન બીજય મ્હાન્તી [ઉ.35] અને બબુલુ અભિમન્યુ પ્રધાન [ઉ.23]ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8,49,410 રુપીયાની કિંમતનો 84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 400 રોકડા રૂપિયા, મળી કુલ 8,90,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ માલ મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત અને માલ પૂરો પાડનાર બોલેરો ગાડીના ચાલક અને તેની સાથે આવનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પૈકી બાહન ઉર્ફે સત્યવાન બીજય મ્હાન્તી તથા માલ મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત બંને એક જ ગામના હોવાથી તેઓએ મળીને ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. અને પકડાયેલા આરોપી બબુલુ અભિમન્યુ પ્રધાનને ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે સાથે રાખ્યો હતો. અને પકડાયેલા આરોપીઓ વોન્ટેડ ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતને કહીને તે ગ્રાહકને ગાંજાનો જથ્થો આ દુકાનેથી લઇ આપી દેતા હતા. અને આ ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતએ મંગાવતા એક બોલેરો ગાડીમાં એક ઇસમ તથા ચાલક બંને સાયણ ખાતે આવેલા એવરવિલા સોસાયટીમાં આપવા આવેલા હતા. અને પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓએ સાથે મળીને ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતે ભાડેથી રાખેલી દુકાન નબર 3 માં ગાંજાનો જથ્થો ઉતારી કાઉન્ટર ટેબલની આડમાં સંતાડી રાખેલો હતો.