હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 10:02 PM IST
સુરતઃ ભારતીય હવામાન વિભાગની વરસાદની આગાહી અનુસાર સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડીબાંગ વાદળો વચ્ચે સુરતના પીપલોદ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જો કે, વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને કારણે ભારે ગરમીમાં હેરાન થતા સુરતીઓને રાહત મળી હતી. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતાં નોકરિયાત વર્ગ ને તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. છત્રી અને રેઇનકોટ પહેરી લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે સુરત શહેરમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજ રોજ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો.