સુરતમાં સાયકલ ચાલક પર કાળમુખી ટ્રકના ટાયર ફરી વળ્યા, વિચલીત કરતા CCTV ફૂટેજ જુઓ - SURAT HIT AND RUN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 7:22 AM IST

સુરત : ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક 65 વર્ષીય પ્રભાકર પાટીલ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલ વૃદ્ધાવન ટાઉનશિપમાં રહે છે. તેઓ ઉન પાટીયા ચાર રસ્તા પાસે નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે 7 વાગ્યાની આસપાસ તેઓ લારી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન કાળમુખી ટ્રકની અડફેટે ચડ્યા બાદ ટ્રકના ટાયર તેમની પર ફળ વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સાયકલ સવાર મૃતક પ્રભાકર પાટીલ રોડ ક્રોસ કરી રહ્યા છે. ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાળમુખી ટ્રક તેમને અડફેટે લઈ કચડી નાખે છે. ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. જે બાદ પોલીસે ત્યાં પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.