સુરત મનપાએ પાંચ વર્ષમાં અધધ રખડતા ઢોર પકડ્યા, રુ. 3.08 કરોડ દંડ વસૂલ્યો - Surat stray cattle - SURAT STRAY CATTLE
🎬 Watch Now: Feature Video
Published : Jul 19, 2024, 7:10 AM IST
સુરત : શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 5 વર્ષમાં એટલે કે વર્ષ 2019-20 થી 30 જૂન 2024-25 સુધીમાં શહેરના રસ્તા પર રખડતા 31,831 પશુઓને ઝડપી પાડ્યા હતા. પાલિકાની આ કામગીરી દરમિયાન અનેક વખત માથાભારે પશુપાલકો સાથે પાલિકાના કર્મચારીઓનો ઘર્ષણ પણ થયું છે અને કેટલાક કિસ્સામાં પાલિકા કર્મચારીઓ પણ હુમલો પણ થયો છે. આવા હુમલા છતાં પણ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ રાખી છે. જેમાંથી પશુપાલકો દ્વારા 12,390 પશુઓને 3.08 કરોડનો દંડ ભરીને છોડાવી ગયા છે. બીજી તરફ પાલિકાએ ઝડપી પાડેલા અડધાથી વધુ પશુ છોડવવા માટે પશુપાલકો આવ્યા જ નથી. જેના કારણે પાલિકાએ છેલ્લા 5 વર્ષમાં 16,690 પશુઓને ગૌશાળા કે પાંજરાપોળમાં મૂકી દીધા છે. આ પશુઓના નિભાવની જવાબદારી હવે પાલિકા પર આવી રહી છે.