ઓલપાડના કારેલી ગામના તળાવમાં મહાકાય મગર: અંદાજિત 5 ફૂટથી વધુ લંબાઈ હોવાની સંભાવના - crocodile seen in pond
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 5:26 PM IST
સુરત: ઓલપાડ તાલુકાના કારેલી ગામે પંચાયત હસ્તકના સરકારી તળાવમાં મસ્ત્ય ઉછેર કામગીરી થતી આવી છે. શુક્રવારની સવારે એક મહાકાય જળચર પ્રાણી હોવાનું અહીં નજીકમાં રમતા યુવકોની નજર પડતા મગરના મોબાઈલમાં ફોટા લીધા બાદ આ બાબત ગામના સરપંચને જાણ કરતા યુવકે બતાવેલા ફોટાને આધારે તળાવ પર જઈને મગર હોવાની બાબતે પુષ્ટિ કરી જંગલ વિભાગને જાણ કરી હતી. જે પછી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી મગરનું રેસ્ક્યુ થઇ શક્યું નથી. આર.એફ.ઓ પંકજભાઈના જણાવ્યા અનુસાર માહિતી મોડી મળતા સાંજે રેસ્ક્યુ કરવું શક્ય ન બનતા પાંજરાની વ્યવસ્થા કરી ટીમ શનિવારની સવારે એટલે કે આજે કામગીરી કરશે. જોકે ફોટામાં જોવાથી મગર અંદાજિત 5 ફૂટથી વધુ લંબાઈનો હોવાનું લાગી રહ્યું છે.