પોલીસ ભરતીની તૈયારી કરતો યુવક રનીંગ કરતી વખતે ઢળી પડ્યો, CCTVમાં કેદ થયું મોત - Shocking cctv video - SHOCKING CCTV VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2024, 8:56 PM IST
|Updated : Sep 25, 2024, 10:03 PM IST
જામનગર: આહીર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે વહેલી સવારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામનો જય હેમંતભાઈ જોગલ નામનો યુવક જામનગરમાં પોલીસ ભરતી માટે શારીરિક તૈયારી કરતો હતો તે દરમિયાન હળવી દોડ કરતી તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. મૃતકના યુવકના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે. યુવક સાથે અન્ય મિત્રો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને રનિંગમાં સાથે હતા તે દરમિયાન હળવી દોડ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને યુવક એક ઢડી પડ્યો હતો. જોકે યુવકના મિત્રો યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, યુવકને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જુવાનજોધ યુવકના મોતથી મોટા ભરૂડિયા ગામમાં શોક પ્રસરી ગયો છે.