રાજકોટના લોકમેળાને લઈને વેપારીઓ નિરસ ? 215 સ્ટોલ-પ્લોટ સામે 488 ફોર્મ ભરાયા - Janmashtami 2024
Published : Aug 2, 2024, 8:47 AM IST
રાજકોટ : આગામી 24 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. જેમાં 215 સ્ટોલ સામે 488 ફોર્મ ભરાયા છે. હજુ ટી-કોર્નર માટે એકપણ વેપારીએ ફોર્મ ભર્યું નથી. જ્યારે આઈસ્ક્રીમના 16 સ્ટોલ સામે 8 જ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ખાણીપીણીના મોટા 2 સ્ટોલ સામે 3 જ ફોર્મ ભરાયા છે.
સુરક્ષાને ધ્યાને લઈ આ વખતે લોકમેળાનો વીમો અઢી કરોડ વધારીને રૂ. 5 કરોડમાંથી રૂ. 7.50 કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે 340 લોકોએ લોકમેળાનું નામ આપવા માટે એન્ટ્રી મોકલાવી છે. લોકમેળામાં રાઇડસ ધારકો માટે કડક નિયમોથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટોલ અને પ્લોટમાં ઘટાડો થતાં 12 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. જેથી ટિકિટના દર વધારવા માટેની પણ માંગ ઉઠી છે.