priyanka gandhi live - priyanka gandhi live - PRIYANKA GANDHI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 27, 2024, 12:32 PM IST
|Updated : Apr 27, 2024, 1:14 PM IST
વલસાડ: 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મતદારોને પોતાની તરફ કરવા માટે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ જાહેર થયું હતુ જે બાદ આજે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા ગજાવશે.વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ધરમપુર વિધાનસભા બેઠકના મોટાભાગના મતદારો વચ્ચે આનંદ પટેલ દ્વારા પાર્થ તાપી રીવર લિંક પ્રોજેક્ટના વિરોધ માટે રેલી, ડ્રાઇવરોના કાળા કાયદા માટે વિરોધ રેલી તેમજ જંગલ જમીનના કાયદા માટે વિરોધ રેલી કરી લોકોની વચ્ચે જઈને ન્યાય માટેની ગુહાર લગાવી હતી. તે માટે મોટાભાગના લોકો તેમના સહયોગમાં હાલમાં રહ્યા છે. હાલમાં ધરમપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોના મતદાન દ્વારા જ મહત્વનો નિર્ણય ચૂંટણીમાં રહેશે.
Last Updated : Apr 27, 2024, 1:14 PM IST