Rajkot AIIMS: વડાપ્રધાન 25મીએ રાજકોટમાં 250 બેડ્સની એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે - Inauguration 250 Beds
🎬 Watch Now: Feature Video
Published : Feb 23, 2024, 2:52 PM IST
ગાંધીનગરઃ 25મીના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવે છે. તેઓ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. આ એઈમ્સ કુલ 750 બેડ્સની હોસ્પિટલ છે. જેમાંથી 250 બેડ્સની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે. રાજકોટ શહેરની એઈમ્સ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સવલતો દર્દીઓને ઉપલબ્ધ કરાવામાં આવશે. રાજકોટ એઈમ્સનું નિર્માણ કુલ રુપિયા 1165 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. એઈમ્સની OPDમાં અત્યાર સુધી કુલ 1.44 હજાર દર્દીઓ નિદાન અને સારવારનો લાભ મેળવી ચૂક્યા છે. વડાપ્રધાન 24મી રાત્રે ગુજરાત આવી જશે. જ્યારે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો 25મીએ યોજાવાના છે. જેમાં રાજકોટ એઈમ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ગુજરાત સરકારના 2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ગુજરાત સહિત અન્ય રાજ્યોના 35000 કરોડથી વધુના વિકાસકાર્યોનું વર્ચ્યૂઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.