રાજકોટ લોકમેળામાં અનઇચ્છનીય બનાવ રોકવા PGVCL નો માસ્ટરપ્લાન તૈયાર - Rajkot Lok Mela 2024 - RAJKOT LOK MELA 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 17, 2024, 12:38 PM IST
રાજકોટ : આગામી સમયમાં યોજાનાર રાજકોટ લોકમેળામાં અનઇચ્છનીય બનાવ ન બને તે માટે PGVCL દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપનીએ સાવચેતીના પગલાં લીધા છે.
PGVCL સુપ્રિડેન્ટ એન્જીનીયર જે. બી. ઉપાધ્યાયે જણાવ્યું કે, આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય, તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના સૌથી પ્રખ્યાત લોકમેળોમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. આ પ્રકારના નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે.