ધક્કા ખાઈ કંટાળી પ્રજાઃ જામનગરમાં આધાર અપડેટ્સને લઈ પ્રાંત કચેરીએ લોકોના સૂત્રોચ્ચાર, વધુ કેન્દ્રો શરૂ કરવા માગ - Jamnagar Aadhar card center - JAMNAGAR AADHAR CARD CENTER
🎬 Watch Now: Feature Video


Published : Oct 1, 2024, 5:12 PM IST
જામનગર: આધાર અપડેટ્સને લઈને લોકો કંટાળ્યા છે. લોકોએ આ કારણે પ્રાંત કચેરીએ સૂત્રોચાર કર્યો હતા. જામનગર શહેરમાં વિવિધ સ્થળે આધાર અપડેટ્સ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જો કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા પાંચ દિવસથી આધાર અપડેટ માટે લોકો ધક્કા ખાય છે. મહિલોઓએ આ કારણે કંટાળીને આખરે હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ પોસ્ટ ઓફિસમાં આધાર અપડેટની કામગીરી સોંપવાની માગ કરી હતી. વહેલી સવારથી લોકોની લાંબી કતારો આધાર અપડેટમાં જોવા મળે છે. કામ-ધંધા એક તરફ કરી જનતાને ફરી લાઈનમાં લાગવાનું થયું છે અને નાના બાળકોને લઈને પણ અહીં મહિલાઓ આવી રહી છે. આધાર અપડેટ માટે લાગવગિયાઓને લાઈનમાંં ઊભા રહેવું પડતું નથી તેવો આક્ષેપ પણ અરજદારો કરી રહ્યા છે. આમ જામનગર પથંકમાં અનેક અરજદારો છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડમાં અપડેટ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.