પાટણમાં લીલા ગાંજાની ખેતી ઝડપાઈ, SOG પોલીસે 40 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચ્યો - Patan Cannabis Cultivation - PATAN CANNABIS CULTIVATION
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 3:30 PM IST
પાટણ : રાધનપુર તાલુકાના દેલાણા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. પાટણ SOG પોલીસ ટીમ દ્વારા આ મામલે બિનકાયદેસર ગાંજાની ખેતી કરતા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેલાણા ગામમાં એક ઈસમ દ્વારા પોતાના ખેતરના શેઢામાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. પોલીસ ટીમે આ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે 40 કિલો જેટલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. આ તમામ જથ્થો જપ્ત કરી પોલીસે સંબંધિત શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણ SOG પોલીસ ટીમ દ્વારા આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસ ડ્રગ અને નશાકારક પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવી રહી છે.