પાટણના સરસ્વતી તાલુકાના વદાની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત - Patan News - PATAN NEWS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2024/640-480-21732432-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 17, 2024, 10:44 PM IST
પાટણઃ સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલા જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કારનો ભૂક્કો બોલી ગયો હતો. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેકટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે 2 વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો. તે દરમિયાન વાગડોદથી વદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો.