રાજકોટમાં પદ્મિનીબા વાળાને હોસ્પિટલમાંથી અપાઈ રજા, તબિયત લથડતા લવાયા હતાં હોસ્પિટલ - Padminiba Vala health weak - PADMINIBA VALA HEALTH WEAK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 8:24 PM IST

Updated : Apr 6, 2024, 9:01 PM IST

રાજકોટઃ  ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં એક પ્રકારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રૂપાલાએ કરેલા આ નિવેદનનો વિરોધ ક્ષત્રાણીઓ ખુલ્લેઆમ કરી રહી છે. શનિવારે સમગ્ર ક્ષત્રિય સમાજ રાજકોટના બહુમાળી ભવન ખાતે ભેગા થઈ અને મહારેલી રૂપે કલેકટરને આવેદનપત્ર આપવા જવાના હતા, ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કે જેઓ રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારી પણ છે તેમને આવેદનપત્ર આપવાના હતા કે રૂપાલાની જે ઉમેદવારી છે એ રદ કરવી અને ભારતીય જનતા પાર્ટી એ તેમને ટિકિટ ન આપવી જોઈએ. જોકે, આ દરમિયાન અચાનક જ આ વિરોધ પ્રદર્શનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે પદ્મિનીબા વાળાની તબિયત અચાનક જ લથડી હતી. શનિવારે તેમના ઉપવાસનો ચોથો દિવસ હતો. ગઈકાલે સાધુ સમાજ તેમજ મુસ્લિમ સમાજે પદ્મિનીબા વાળાને અનશન પરથી ઉઠી જવા માટે અને અન્ન ગ્રહણ કરવા માટે આગ્રહ કર્યો હતો પણ તેઓ મક્કમ રહ્યા હતા. અને આજે એમની તબિયત લથડતા તેમને તરત સરકારી હોસ્પિટલમાં સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં તબીબો એ જણાવ્યું છે કે તેમની તબિયત સુધારા પર છે.

Last Updated : Apr 6, 2024, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.