રાજકોટમાં કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને NSUIની CBI તપાસની માંગણી - NEET RESULT 2024 PROBLUM
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 8:09 PM IST
રાજકોટ: NEETની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને આવતા NSUI દ્વારા આ મુદ્દે CBI તપાસની માંગણી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, 8 વર્ષ પહેલા રાજકોટ યુનિવર્સિટી પર ગેરરીતિના મામલે CBI તપાસ એક વાર થઈ ચૂકી છે. પરતું આ સા સમયે જો CBI તપાસ થશે તો એ આશ્ચર્યજનક નહી પરંતું ચોંકાવનારું સાબિત થશે. હવે એવું કહેવું આશ્ચર્યજનક નથી કે, આખું ગુજરાત ગેરીરિતીનું હબ બની ગયું છે. જેના પગલે પેપર લીક મામલે 22 ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે. 12 વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું અને એમને શંકા ઉપજાવનાર બહાર આવ્યું છે. સીબીઆઇ તપાસ થાય તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ શકે છે. હવે જોવું રહ્યું કે તપાસમાં શું સામે આવશે.