આગામી 25 જૂને રાજકોટની તમામ શાળાઓ બંધ રહેશે ? NSUI દ્વારા શાળા સંચાલક મંડળને અપીલ - Rajkot TRP Gamezone fire - RAJKOT TRP GAMEZONE FIRE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 3:40 PM IST

રાજકોટ : ગુજરાતભરને હચમચાવી નાખનાર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ NSUI દ્વારા પહેલ કરવામાં આવી છે. સાથે જ મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુથી આગામી 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજકોટમાં પત્રિકા વિતરણ સાથે અલગ અલગ જગ્યાએ જઈને લોકોને બંધ રાખવા અંગે વિનંતી કરવામાં આવી રહી છે. NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ શાળા સંચાલક સાથે બેઠક કરી હતી. નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, શાળા સંચાલક મંડળે અમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આગામી 25 તારીખે શાળાઓ બંધ રાખીને પીડિત પરિવારને ન્યાય આપવા માટે જોડાશે. જે શાળાઓ શરૂ હશે, ત્યાં NSUIના કાર્યકરો બે હાથ જોડી વિનંતી કરશે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.