NEET Scam Updates: આજે નીટ કૌભાંડ કેસની સુનાવણી બાદ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર - NEET scandal

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 5:28 PM IST

Updated : Jun 29, 2024, 5:38 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પંચમહાલઃ આજે નીટ કૌભાંડ કેસની સુનાવણી  બાદ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.  પંચમહાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જ્જ કોર્ટે 2 જુલાઈ સાંજે 4.30 કલાક સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે. બહુ ચર્ચિત એવા નીટ કૌભાંડ મુદ્દે ગુજરાતમાં અલગ અલગ CBIની ટીમો આવી પહોંચી છે. આ ટીમોએ ખેડા, આણંદ, ગોધરા, અમદાવાદમાં 7 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. નિટ કાંડ મામલે સીબીઆઈ કરી શકે છે મોટો ઘટસ્ફોટ. વધુ પુરાવા હાથ લાગ્યા હોવાની શક્યતા છે. ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પણ સીબીઆઈની વધુ ટીમ આવી પહોંચી છે. સીબીઆઈએ અત્યાર સુધી વાલીઓ અને વિધાર્થીઓના જવાબ લીધા છે. 4 આરોપીના રિમાન્ડ મામલે આજે ગોધરા કોર્ટ નિર્ણય લેશે. નીટ કૌભાંડ મુદ્દે ગુજરાતમાં અલગ અલગ CBIની ટીમો આવી પહોંચી છે. આ ટીમોએ ખેડા, આણંદ, ગોધરા, અમદાવાદમાં 7 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. નિટ કાંડ મામલે સીબીઆઈ કરી શકે છે મોટો ઘટસ્ફોટ. વધુ પુરાવા હાથ લાગ્યા હોવાની શક્યતા છે. ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પણ સીબીઆઈની વધુ ટીમ આવી પહોંચી છે.

Last Updated : Jun 29, 2024, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.