માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ અનોખા અંદાજમાં કર્યુ મતદાન, ભારતીય પરિવેષમાં શંખનાદ અને રામધૂન સાથે પદયાત્રા કરી - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 6:20 PM IST
કચ્છઃ આજે જયારે સમગ્ર ગુજરાતની લોકસભાની બેઠકો માટે મતદાન ચાલી રહયું છે ત્યારે તમામ રાજકીય પક્ષનાં અગ્રણીઓ અને નાગરિકો લોકશાહીનાં મહાપર્વમા મતદાન કરી પોતાની ફરજ બજાવી પોતાનું યોદાનો આપી રહયાં છે અને તે અંગેની ઉત્સુકતા મતદાતાઓમાં દેખાઈ રહી છે. મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ નાગરિકો મતદાન માટે પહોંચ્યાં હતાં અને મતદાન માટે પોતાનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ અનોખા અંદાજમાં કર્યુ મતદાન. ભારતીય પરિવેષમાં શંખનાદ અને રામધૂન સાથે પદયાત્રા કરી મતદાન મથકે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો પણ આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં હર હર મહાદેવના નારા પણ ગુંજ્યા હતા. તમામ રાજકીય પક્ષનાં અગ્રણીઓ અને નાગરિકો લોકશાહીનાં મહાપર્વમા મતદાન કરી પોતાની ફરજ બજાવી પોતાનું યોદાનો આપી રહયાં છે અને તે અંગેની ઉત્સુકતા મતદાતાઓમાં જણાઈ રહી છે.