જામનગરના કાલાવડમાં ખેડૂત પાસેથી 2 સખ્શોએ 15 લાખની ખંડણી માંગતા ચકચાર મચી, પોલીસ દોડતી થઈ - 15 Lakh Ransom - 15 LAKH RANSOM
🎬 Watch Now: Feature Video
Published : May 17, 2024, 3:36 PM IST
જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે 2 શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના 4 કરોડ રૂપિયા આવ્યા હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ કરાઈ છે. આ બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ હરજીભાઈ જેસડીયા નામના 55 વર્ષીય ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાને તથા પોતાના પુત્ર જયને ટેલીફોન ઉપર તેમજ ઘર પાસે આવીને ધાક ધમકી આપ્યાની અને રૂપિયા 15 લાખ રુપિયાની ખંડણી માંગ્યા અંગેની ફરિયાદ પોતાના જ ગામના વિશાલ રાખસિયા તેમજ પીઠડીયા ગામના દિનેશ નામના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસી કલમ 385,294-ખ, 506-1 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.
ખેડુત ધીરુભાઈએ પોતાની ખેતીની જમીન આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટના એક વ્યક્તિને વેચાણથી આપી હતી, જેના વેચાણની અંદાજે 4 કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી. જે રકમ મળી હોવાની જાણકારી ઉપરોક્ત બંને આરોપીઓને થઈ જતાં અગાઉ ટેલિફોન મારફતે ધમકી આપી 15 લાખ ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરાઈ હતી...રાજેન્દ્ર દેવધા(ડીવાયએસપી, કાલાવાડ)