ભૂલ મારી છે 'મોદી સાહેબની સામે નારાજગી શા માટે', ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાની વિનંતી - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video


Published : Apr 26, 2024, 11:00 PM IST
રાજકોટ: ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને હજી પણ ઘણા ગામો અને શહેરમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પરષોત્તમ રૂપાલાએ રાજકોટના જસદણમાં એક જાહેરસભાને સંબોધી હતી. જેમાં તેમણે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. રૂપાલાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ''ભૂલ મારી છે આપની નારાજગી મારી સામે હોય શકે પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે શા માટે'' ? રૂપાલાએ ઉમેર્યુ હતું કે વડાપ્રધાન મોદી 18-18 કલાક જે વ્યક્તિ કામ કરે છે અને ભારત દેશ સિવાય વિચારતા ન હોય તેવા વ્યક્તિ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને યોગ્ય લાગતું નથી. આ ઉપરાંત રૂપાલાએ ઉપસ્થિત સૌ કોઈને પ્રચંડ મતદાન કરવાની પણ અપીલ કરી હતી.