ઉકાઇડેમના ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો - Increase water revenue in Ukai Dam - INCREASE WATER REVENUE IN UKAI DAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 3:51 PM IST
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઇડેમના ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 21004 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે અને ડેમમાંથી 600 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ડેમની સપાટી 310.63 ફૂટ પર પહોંચી છે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમની જળસપાટી વધવાથી દક્ષિણ ગુજરાતના ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા છે. સારો વરસાદ થવાને લીધે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ખેડૂતો અને સામાન્ય લોકો ખુબ જ ખુશ થયા છે અને જરુર સમયે ખેતરોમાં આ પાણીનો વપરાશ કરાશે. હાલ વરસાદ પડતા ગુજરાત રાજ્યની તમામ ડેમોમાં પાણીની આવક સારી રીતે વધી રહી છે.