કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનો બંધ પડ્યા, લોકોના મતે આ માટે તંત્ર જવાબદાર - RainWater on Kim Mandvi Highway - RAINWATER ON KIM MANDVI HIGHWAY
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 8:43 PM IST
સુરત: આજ રોજ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર ડ્રેનેજ લાઈન બ્લોક થઇ જતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યું હતું. પરિણામે રિક્ષા, બાઈક સહિતના નાના વાહનો બંધ થઈ જતાં લોકોને ધક્કો મારવાની ફરજ પડી હતી. ઉપરાંત મોટા બોરસરા ગામ પાસે સ્ટેટ હાઇવે નજીકના કોમ્પલેક્ષમાં પણ વરસાદી પાણી ઘુસી જતા કોમ્પલેક્ષમાં આવતા જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ઉલ્લેખનિય છે કે, તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનની યોગ્ય સાફ સફાઈ ન કરતા આ પરિસ્થતિનું નિર્માણ થયું હતું. તંત્ર આળસ ખંખેરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો આપે એ હાલ જરૂરી બન્યું છે.