બારડોલી લોકસભા સીટ પર ભાજપની જીત નિશ્ચીત - lok sabha election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
🎬 Watch Now: Feature Video


Published : Jun 4, 2024, 2:44 PM IST
બારડોલી: લોકસભાની બારડોલી બેઠકને લઈને લાંબી અટકળો બાદ બપોરે એક કલાકે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું, આ બેઠક માટે ફરી ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી હતી. બારડોલી લોકસભાની અનુસૂચિત જન જાતિની બેઠક પર ફરી ત્રીજીવાર પ્રભુભાઈ નાગરભાઈ વસાવા એ બાજી મારી છે, તેઓ ફરી આ બેઠકના 36 રાઉન્ડ પૈકી 15 રાઉન્ડના અંતે બે લાખ જેટલા મતોથી આગળ રહેતા જીત નિશ્ચિત થઈ છે. તેમણે મીડિયાને નિવેદન આપતા જીતનો શ્રેય બીજેપીના શ્રેષ્ઠ નેતૃત્વ , કાર્યકરો અને મતદારોનો માન્યો હતો.
પ્રભુ વસાવા એ જીતના દાવા સાથે જણાવ્યું હતું કે 2 લાખથી વધુની લીડ લોકોએ મને આપી છે. ત્યારે હું ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું અને આગામી દિવસોમાં હું યુવાઓ માટે સ્વિમિંગ અને નાની વયથી બાળકો ફિટનેસ તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું..