Surat : ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જાણો કયા મુદ્દા આવરી લેવાયા - Saurabh Pardhi
🎬 Watch Now: Feature Video
Published : Mar 19, 2024, 3:48 PM IST
|Updated : Mar 19, 2024, 4:09 PM IST
સુરત: લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ અંગેના ભાવો નક્કી કરવા તથા આચારસંહિતા અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી આર.સી.પટેલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, નાયબ કલેકટર(ચૂંટણી), ડૉ.કૃતિકા વસાવા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થવાની તારીખથી લઈ ઉમેદવારીપત્રોની ભરવાથી લઈને ચકાસણી સુધીની વિગતો આપી મતદારોની સંખ્યા, મતદાન મથકોની સંખ્યા, કાયદો અને વ્યવસ્થા, ઈવીએમ, હેલ્પલાઈનની વિગતો આપીને આદર્શ આચારસંહિતાના પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સભા, સરઘસ, બેનરો, હોર્ડીંગ્સ, રેલીઓની મંજૂરીઓ અંગેની માહિતી આપી હતી. ઉમેદવારીપત્ર ભરતા પહેલા ઉમેદવારે અલગથી બેંક એકાઉન્ટ ખોલવવું પડશે. રુપિયા 10 હજારથી વધુની રકમ ચેકથી ભરવી જેવી વિગતો તેમણે આપી હતી. આ ઉપરાંત ખર્ચના ભાવો નક્કી કરવા અંગે રાજકીય પક્ષોની કોઈ રજૂઆત હોય તો તેને ધ્યાને લઈ દરોમાં ફેરફારો કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.