પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી, મેટ્રોના ખોદકામના કારણે 4 ભૂવા પડ્યા - Surat Municipal Corporation - SURAT MUNICIPAL CORPORATION
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 4:31 PM IST
સુરત : પહેલા વરસાદે જ સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. વરસાદ પડતા જ અડાજણ, ગોડાદરા, લંબે હનુમાન રોડ અને વરાછા મીની બજાર એમ કુલ 4 સ્થળે ભૂવા પડ્યા હતા, જેથી તંત્ર દિવસભર દોડતું રહ્યું હતું. ગોડાદરામાં તો માંડ મહિના પહેલાં જ બનેલો રોડ 10 મીટર સુધી બેસી ગયો હતો. અડાજણમાં ગુજરાત ગેસ સર્કલથી રાંદેર રોડ તરફ જતા મુક્તાનંદનગર પાસે રેતી ભરેલી ટ્રક રોડમાં ખૂપી ગઈ હતી. જેથી પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગોડાદરા ચાર રસ્તા પાસે પાણીની લાઈન નાખીને મહિના પહેલાં જ રોડ બનાવ્યો હતો, જે 10 મીટર સુધી તૂટી ગયો હતો. આ બાબતે એજન્સી પાસે ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત વરાછા મીની બજાર સ્થિત કોહિનૂર સોસાયટીમાં પણ રોડ બેસી ગયો હતો. જ્યારે લંબે હનુમાન રોડ વસંત ભીકાની વાડી પાસે ભૂવો પડતા રોડ કોર્ડન કરી નિર્માણ કામગીરી શરૂ કરાઈ હતી.