તાપી: ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલાયા - 8 gates of Ukai dam opened 4 feet - 8 GATES OF UKAI DAM OPENED 4 FEET
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2024, 3:23 PM IST
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમના આજુબાજુના એરિયામાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ડેમની પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ જતા ડેમના અધિકારી દ્વારા ડેમનું રૂલ લેવલ સાચવવામાં ડેમના ફરી આઠ દરવાજા ચાર ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે હાલ ડેમમાં ઉપરવાસમાંથી 75508 ક્યુસેક પાણીની આવક આવી રહી છે, તો ડેમ માંથી પાણીની જાવક પણ 75508 ક્યુસેક કરવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમ 75 ટકા થી વધુ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર છે.